સમસ્ત રઘુવંશીઓને આ કાર્યમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણમોરબી : જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતીક સમાન પવિત્ર રામધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આજે તારીખ 8 ફેબ્રુઆરી ને સાંજે 4 વાગ્યે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર રામધામનું શિલાપૂજન તેમજ કળશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમસ્ત રઘુવંશી પરિવારોને ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતીક સમા પવિત્ર શ્રી રામધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આગામી તારીખ 16 થી 19 ફેબ્રુઆરી દરમિયાન રામધામ ખાતે 108 કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહિતના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબીના સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામના નિર્માણમાં પૂણ્યનું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે આજે 8 ફેબ્રુઆરી ને ગુરુવાર બપોરે 4 કલાકથી પવિત્ર શ્રી રામધામની શિલાનું પૂજન તથા કળશ પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજન કાર્યક્રમ શનિવાર સુધી યોજાશે. શહેરમાં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર- મોરબી ખાતે શિલા તેમજ કળશનું પોતાના વરદ્ હસ્તે પૂજન કરવા પધારવા મોરબી શ્રી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છની યાદીમાં જણાવાયું છે.