રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ ઉપયોગ સામે મોરબી જિલ્લા કલેકટરની લાલઆંખ : આલાપ પાર્કમાં થયેલ દબાણ દૂર કરવા નગરપાલિકાને સૂચના મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ પાર્કમાં ગેરકાયદેસર રીતે રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી જમીન ઉપર કોમર્શિયલ બાંધકામોની સાથે ગોડાઉન ખડકી દેવામાં આવતા જિલ્લા કલેક્ટરને ફરિયાદ થતા જિલ્લા કલેકટરે લાલઆંખ કરી આ ગેરકાદેસર ગોડાઉન હટાવવા આદેશ કર્યો છે.મોરબીના રવાપર રોડ પર આવેલ આલાપ પાર્કમાં સોસાયટીના બરાબર મેઈન ગેઇટની સામેં કોમર્શિયલ દુકાનનો માલ સમાન ઉતારવા ગોડાઉન ખડકી દેવામાં આવતા સોસાયટીના રહીશોએ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતા કલેકટર જી.ટી.પંડ્યાએ તા.25.01.24 ના રોજ આલાપ પાર્કના રહેણાંક વિસ્તારમાંમાં ગોડાઉન હટાવવા આદેશ કરી આલાપ પાર્કમાં થયેલ દબાણ દૂર કરવા નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવેલ છે.આ સમગ્ર મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આલપવાસીઓને સતત સાથે રહ્યા હતા.ન્યાયપૂર્ણ કાર્યવાહી કરવા બદલ સમગ્ર આલાપવાસીઓએ કલેકટર જી.ટી.પંડયા તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો છે.