મોરબી : મોરબીના નવરંગ નેચરલ ક્લબ દ્વારા તા.11 ફેબ્રુઆરીના સવારે 8 થી 1 દરમિયાન શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે રાહતદરે પ્રાકૃતિક વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. જેમાં દરેક જાતના ફુલ- છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો દરેક જાતના બિયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા ચૂર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હરીપર જાનકી ઓઈલમીલનું ઘાણીથી પીલેલ કાળા અને સફેદ તલનું તેલ તથા સાની કચરિયું, ડ્રાયફ્રુટ ખજૂર, ટોપરું નાખેલું શુધ્ધ સીંગતેલ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલી ત્રાવડી, ટકાઉ મજબૂત દોરીથી ગુંથેલા ચકલીના માળાનું રાહતદરે વિતરણ કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે વી. ડી. બાલાસર -9427563898, લવજીભાઈ પ્રજાપતિ- 9925369465 પર સંપર્ક કરવાનો રહેશે.