મોરબીમાં નવ નિયુક્ત ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ તાજેતરમાં જ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજે પ્રજાપતિ સમાજ દ્વારા તેમનું પુષ્પગુછ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડીડીઓએ પણ સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને શિક્ષણને લગતા કર્યો કરવા માટે હંમેશા તત્પર હોવાનું જણાવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજના આગેવાનો વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા, વરિયા બોર્ડિંગના કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા, મનસુખભાઇ પ્રજાપતિ(વાંકાનેર), પ્રવીણભાઈ વારનેશિયા, બિપીનભાઈ પ્રજાપતિ, ભાણજીભાઇ વરિયા (નોટરી), નિવૃત મામલતદાર એચ. બી. સત્તાણી, પાલિકા પૂર્વ કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, નાથાભાઈ સવાડીયા, ઈશ્વરભાઈ નારણીયા, દામજીભાઇ બોપલીયા,ધર્મેન્દ્ર બારેજીયા(વકીલ), વિપુલ પ્રજાપતિ (પત્રકાર) ભાજપ અગ્રણી હર્ષદ વામજા, સાહુલ અંદોદરીયા, જીતુભાઇ ધારેલીયા(જબલપુર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા