મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર પ્રમાણે આજે 8 ફેબ્રુઆરી, 2024 છે. ગુજરાતી પંચાંગ મુજબ આજે વિક્રમ સંવત 2080, માસ પોષ, પક્ષ વદ, તિથિ તેરસ, વાર ગુરુ છે. આજે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ એટલે કે પ્રપોઝ ડે છે. ત્યારે જાણો, 8 ફેબ્રુઆરીએ વિશ્વના ફલક પર કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની? કઈ પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ છે?પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1819 – જ્હોન રસ્કિન, અંગ્રેજ લેખક, તત્ત્વજ્ઞાની, કલા વિવેચક અને વિક્ટોરિયન યુગના બહુજ્ઞ (અ. ૧૯૦૦)1834 - દિમિત્રી મેન્ડેલીવ – એક રશિયન રસાયણશાસ્ત્રી જેમણે સામયિક કોષ્ટક તૈયાર કર્યું.1881 - વી.ટી. કૃષ્ણમાચારી – એક ભારતીય નાગરિક સેવક અને વહીવટકર્તા હતા.1897 – ડૉ. ઝાકીર હુસૈન, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી, ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ (અ. ૧૯૬૯)1906 – ચેસ્ટર કાર્લસન એ અમેરિકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને ફોટો કોપીઅર (ઝેરોક્ષ) મશીનના શોધક (અ. ૧૯૬૮)1925 - શોભા ગુર્ટૂ – પ્રખ્યાત ભારતીય ઠુમરી ગાયિકા1928 - બાલા દેસાઈ – ગોમાંતક દળના સભ્ય.1939 - જેમ્સ માઈકલ લિંગડોહ – ભારતના બારમા ‘મુખ્ય ચૂંટણી કમિશનર1941 - જગજીત સિંહ – ભારતના પ્રખ્યાત ગઝલ ગાયક.1951 - અશોક ચક્રધર – હિન્દીના પ્રખ્યાત કવિ.1963 - અઝહરુદ્દીન મોહમ્મદ – ભારતના પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને રાજકારણી1986 - એકતા બિષ્ટ – ભારતીય મહિલા ક્રિકેટરપ્રખ્યાત વ્યક્તિઓની પૃણ્યતિથી1265 - હુલેગુ ખાન – ‘ઇલખાની સામ્રાજ્ય’ના સ્થાપક.1971 - કન્હૈયાલાલ માણિકલાલ મુનશી – ગુજરાતી ભાષાના મહાન લેખક અને શિક્ષણશાસ્ત્રી અને ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ. તેઓ એક ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી પણ હતા. (જ. ૧૮૮૭)1995 - કલ્પના દત્ત – ભારતની આઝાદી માટે લડનાર મહિલા સ્વતંત્રતા સેનાની. (જ. ૧૯૧૩)1995 - ટીકા રામ પાલીવાલ – રાજસ્થાનના ભૂતપૂર્વ ચોથા મુખ્યમંત્રી.2002 – રવિ ઉપાધ્યાય, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૨૮)2007 – એના નિકોલ સ્મિથ, અમેરિકી ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી (જ. ૧૯૬૭)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)