મોરબી એનેસયુઆઈની કારોબારી બેઠક યોજાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા NSUIના પ્રમુખ ભાવનિક મુછડિયાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા NSUIની કારોબારી મળી હતી.

- text

આ કારોબારીમાં મોરબી જિલ્લા NSUIના ઉપપ્રમુખ રાજ ટુંડીયા, ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા, સુરત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રીત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીમાં મોરબી જિલ્લા NSUI ની ટીમ જાહેર કરવામાં આવી હતી. જી. જે. શેઠ કોમર્સ કોલેજના પ્રમુખ તરીકે આશિષ રાજગોર તથા ટીમ જાહેર કરવામાં આવી હતી તથા ઓમ.વી.વી.આઇ.એમ કોલેજના પ્રમુખ તરીકે વત્સલ મકવાણા અને તેમની ટીમ જાહેર કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં NSUI દ્વારા ક્યાં કાર્યક્રમો કરવામાં આવશે તેની ચર્ચા કરવામાં આવી હતી.

- text