સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ જિલ્લા પોલીસવડાએ બન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા ખળભળાટમોરબી : મોરબી તાલુકાના વિરપરડા નજીક હોટલના ચાલતા ચકચારી ડીઝલ ચોરી પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ડીઝલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલ પોલીસ કર્મી ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકના બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેતા ચકચાર જાગી છે.જાણવા મળતી વિગતો મુજબ રવિવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જામનગર - માળીયા હાઇવે ઉપર મોરબીના વીરપરડા ગામ પાસે આવેલ ઓમ બન્ના હોટલ સંકુલમાં દરોડો પાડી ટેન્કરમાંથી ડીઝલના જથ્થો ચોરવાના કૌભાંડનો પર્દાફાશ કરી પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ મિયાત્રા સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી રૂપિયા 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાંથી ત્રણ આરોપી રિમાન્ડ ઉપર છે અને 3 આરોપીઓ જામીન મુક્ત છે તેવામાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા રેડ દરમ્યાન પકડાયેલ પોલીસ કર્મચારી ભરતભાઇ પરબતભાઇ મિયાત્રા અને વિરપરડા ગામના બીટ જમાદાર અર્જુનસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવા હુકમ કરતા ચકચાર જાગી છે.