ચોરી ઉપર સે સિનાજોરી જેવા ઘાટ વચ્ચે વાંકાનેરના ધમલપર ગામે બે શખ્સોએ ધમકી આપતા ગ્રામ પંચાયત સભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામે ગામતળની જમીનમાં વાડાના દબાણો ઉભા થઇ ગયા જોય સરપંચ, ઉપસરપંચ અને સભ્ય સહિતના લોકો આ દબાણનું નિરીક્ષણ કરવા જતા સાબુની ફેકટરીના સંચાલક દ્વારા જો કઈ કાર્યવાહી કરશો તો બધાના ભીસડા ખેરવી નાખી જાનથી પતાવી દેવાની ધમકી આપતા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા બન્ને શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર-૩ ગ્રામ પંચાયતના સદસ્ય રવીભાઇ મંગાભાઇ જીજરીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે ગ્રામપંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ગામતળની જમીનનો નિકાલ કરવા નક્કી કરી ગામતળની જમીન ઉપર વાડાના દબાણો ઉભા થઈ ગયા હોય સરપંચ, ઉપ સરપંચ, માજી સરપંચ સહિતના લોકો ગામતળની જમીનની સ્થળ તપાસ કરવા જતા વાડાના દબાણ ઉભા કરનાર આરોપી યાશીનભાઇ મામદભાઇ દેકાવાડીયા અને ઇમરાનભાઇ રસુલભાઇ દેકાવાડીયા, રહે બન્ને. ધમલપર-૩ તા.વાંકાનેર જી.મોરબીએ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને રવીભાઈ તથા તેની સાથે રહેલા ગ્રામપંચાયતના સરપંચ સહિતના લોકોને ગાળો આપી કહેવા લાગ્યા કે અમારા વાડા કે અમારા સાબુના કારખાનામાં કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરશો તો ભીસડા ખેરવી નાખશું.વધુમાં આ બન્ને શખ્સોએ સ્થળ ઉપર ધમકી આપ્યા બાદ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ ગ્રામ પંચાયત કચેરી જતા રહ્યા હતા જ્યાં આવી ને પણ બન્ને આરોપીઓએ સરપંચ અને અન્ય હોદેદારોને જાનથી મારી નાખવા ધમકી આપતા સમગ્ર બનાવ અંગે ગ્રામ પંચાયતના સદસ્ય રવિભાઈ મંગાભાઇ જીજરીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની સાથે પ્રદુષણ નિયંત્ર કચેરી અને મામલતદારને પણ લેખિત ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.