મોરબી પોલીસ દ્વારા નામદાર હાઇકોર્ટના હુકમને પગલે જુદી જુદી ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયામોરબી : તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજીના ચુકાદા બાદ તમામ સરકારી કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા તેમજ ભ્રષ્ટાચાર મામલે નાગરિકોને ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા આદેશ આપતા મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદ માટે અલગ અલગ ત્રણ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર હિતની અરજીના ચુકાદા બાદ તમામ સરકારી કચેરીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા તેમજ ભ્રષ્ટાચાર મામલે નાગરિકોને ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા આદેશ આપતા મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા કોઈપણ આપતી કે ગુન્હાની જાણ માટે 100 નંબર ડાયલ કરવા, પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ જવાન વિરુદ્ધ ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર 14449 તેમજ ભ્રષ્ટાચાર અંગેનો ફરિયાદ હોય તો 1064 નંબર ડાયલ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.