પાડોશીએ મામુલી ઝઘડામાં મહિલાને મોતને ઘાટ ઉતરતા ફરિયાદમોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર દરણું દળવવા જતા મહિલાનું ટ્રક હડફેટે મૃત્યુ નીપજવાના કિસ્સામાં અકસ્માત નહીં પણ હત્યાનો ગુન્હો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસની તપાસમાં ખુલતા આરોપીને ઝડપી લઈ તપાસ શરૂ કરવામા આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર ગત તા.31ના રોજ પંખુબેન રમણિકભાઈ ડાભી ઉ.55 નામના મહિલાનું ટ્રક હડફેટે મૃત્યુ નિપજતા અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધાયો હતો.બીજી તરફ આ અકસ્માતના બનાવમાં પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા જીણવટભરી તપાસ હાથ ધરતા પંખુબેનના પડોશમાં રહેતા આરોપી અમૃતલાલ કેશવજી ચૌહાણ ઉ.63ને બે મહિના અગાઉ માથાકૂટ થઈ હોય દીવાલ બનાવવા બનાવવા બાબતે ઝઘડો થતા બનાવના મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.