મોરબી : મોરબી સ્ટેશન રોડ ઉપર પ્રકાશ ડેરીની પાછળ મહેન્દ્રપરા શેરી નંબર-1માં મૃત નવજાત બાળક મળી આવ્યાની ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસે બાળકનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા મૃત બાળક ૩૦ થી ૩૨ અઠવાડિયાનું હોવાનું બહાર આવ્યું છે હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણી સ્ત્રી(માતા) વિરુદ્ધ ગુન્હો નોંધી મૃત નવજાત બાળક કોને અને ક્યાં કારણોસર ત્યજી દેવામાં આવ્યું હતું તે અંગે તપાસ હાથ ધરી છે.