સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયો વિનામૂલ્યે કેમ્પમોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 304 દર્દીઓએ લાભ લીધો હતો.જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગત 4 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 304 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 171 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો.શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 28 માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ 8997 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 3938 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલા કેમ્પમાં કુલ 304 લોકોએ લાભ લીધો હતો તેમજ 171 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સી.ડી. રામાવત, પારસભાઈ ચગ, સંજય હીરાણી, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 98250 82468, હરીશભાઈ રાજા- 9879218415, નિર્મિતભાઈ કક્કડ-9998882588, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.