મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે શહેરના સોનીબજાર વિસ્તારમાં આવેલ કબીર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિપુલભાઇ પરસોતમભાઇ સોલંકી, રહે.નાગનાથ શેરી દરબાર ગઢ પાસે મોરબી, મનોજભાઇ શિવશંકરભાઇ કપટા, રહે.કડીયા શેરી માધવરાય મંદિર પાછળ ગ્રીન ચોક મોરબી, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત, રહે.સોની બજાર લાઇન ગ્રીન ચોક મોરબી અને કમલેશભાઇ મણીલાલ મકવાણા, રહે.કબીર શેરી સોની બજાર મોરબી નામના શખ્સને તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ. 10490 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.