મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યોમોરબી : મોરબીના વાવડી રોડ ઉપર લગ્નમાં આવેલા જામ ખંભાળિયાના વકીલ પરિવારની કારનો કાચ તોડી ચાર તોલા સોનાના હારની ચોરી કરવાના ગુન્હામાં સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી ગોંડલના રીઢા ચોરને દબોચી લીધો છે.પ્રાપ્ત વિગતો મુજબ જામ ખંભાળિયાના વતની એડવોકેટ કિરિટ ભાઈ મનસુખ ભાઈ નીમાવતે ગત તા27 જાન્યુઆરીના રોજ મોરબી તેમના સબંધીના ઘરે લગ્ન પ્રસંગમા હાજરી આપવા આવ્યા બાદ પવિત્ર હોલમાં દાંડિયારાસ રમવા જતા અજાણ્યા તસ્કરે કારનો કાચ તોડી પર્સમાંથી ચાર તોલા સોનાનો હાર ચોરી ગયો હતો. બનાવ અંગે એડવોકેટ કિરીટભાઈએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ગોંડલના આશાપુરા ચોકડી નજીક રહેતા ધરમ જશવંતભાઈ ધાંધલ્યા નામના રીઢા તસ્કરને ઝડપી લઇ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ અગાઉ પણ આરોપીએ મોરબીમાં ચોરી કર્યાનું બહાર આવ્યું છે.