મોરબી : ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા જીલ્લા ડોક્ટર સેલના પ્રમુખ તરીકે મોરબી IMAના અગ્રણી, કાન નાક ગળાના નિષ્ણાંત તબિબ ડો.હિતેશભાઈ પટેલની તથા સહસંયોજક તરીકે વૈધસભાના ટ્રસ્ટી, આયુર્વેદ એસોસિએશનના અગ્રણી અને ગુજરાત આયુર્વેદ બોર્ડના સભ્ય ડો. આશિષભાઈ ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. આ બંનેને જીલ્લા ભાજપના હોદેદારો, શહેર ભાજપ અગ્રણીઓ તથા સમગ્ર સમાજનાં વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.