ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી મહિલા સમન્વય મોરબી જિલ્લા દ્વારા આયોજનમોરબી : ડો. હેડગેવાર સ્મારક સમિતિ- મોરબી મહિલા સમન્વય મોરબી જિલ્લા દ્વારા આગામી તારીખ 18 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીના શક્ત શનાળા ખાતે આવેલા સરસ્વતી શિશુમંદિરમાં નારાયણી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.સ્ત્રી શક્તિ સંગઠિત થાય, માતૃશક્તિ જાગૃત થાય, મહિલા વિષયક વિચાર, ચિંતન અને વિમર્શ કરી શકાય આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને મોરબીમાં વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરી સવારે 9 થી સાંજે 4-30 વાગ્યા સુધી સરસ્વતી શિશુમંદિર ખાતે આ મહિલા સંમેલન યોજાશે. જેમાં સત્ર-1 ઉદઘાટન સત્રમાં ભારતીય ચિંતન વિષય, બીજા સત્રમાં સ્થાનિય મહિલાઓની સ્થિત, પ્રશ્નો અને કરણીય કાર્ય અને ત્રીજા સમાપન સત્રમાં ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકા વિષયને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં કેપ્ટન લક્ષ્મી સહગલ હાજરી આપશે. સંમેલનમાં જોડાવવા માટે લિંક https://forms.gle/A52Aav65eNJAJaY27 પર કલિક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. વધુ માહિતી માટે મિતલબેન પરેચા મો.નં. 9313572647, સરોજબેન કવૈયા મો.નં. 9879845495નો સંપર્ક કરવો. વધુ ને વધુ મહિલાઓ આ સંમેલનમાં જોડાય તેવી મોરબી જિલ્લા સહ સંયોજિકા કિરણબેન જોષી અને મોરબી જિલ્લા સંયોજિકા ભાવિશાબેન સરડવાએ અપીલ કરી છે.