વાંકાનેર સીટી પોલીસે ટાઉન હોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જુગારીઓ ઉપર તવાઈ ઉતારી વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના ટાઉન હોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે અલગ અલગ બે દરોડા પાડી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગારના પ્રથમ દરોડામાં સીટી પોલીસે વાંકાનેર ટાઉન હોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેકા, રહે.વાંકાનેર ગાયત્રીમંદીર મફતીયાપરા, રધુભાઇ અમરશીભાઇ સારદીયા, રહે.વાંકાનેર કુંભારપરા અને મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ, રહે.વાંકાનેર નગરપાલીકા સામે વાળાને રોકડા રૂપિયા 2230 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મચ્છુ નદીના કાંઠે ઈટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અબ્દુલભાઈ મુસાભાઈ દલ, રહે.વાંકાનેર આરોગ્યનગર અને ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા,રહે.વાંકાનેર બસ સ્ટેશન પાસે નામના બે શખ્સોને રોકડા રૂપિયા 1560 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.