મોરબી : મોરબીના રફાળેશ્વર ચોકડી નજીક જીજે- 12 - AT - 8181 નંબરના ટ્રક ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલા રાજેશભાઈ છગનભાઇ મેરજા રહે.કેનાલ રોડ, રામકો બંગલો પાછળ વાળા હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા પોલીસે મૃતકના ભાઈ ધીરજલાલ છગનલાલ મેરજાની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.