મોરબી : રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દર વર્ષે સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ ભાગ લે છે. જે અંતર્ગત 12મી સ્વામી વિવેકાનંદ વિષયક લેખીત ક્વિઝ સ્પર્ધા જીલ્લા કક્ષાની મોરબીની વી. સી. હાઈસ્કુલ ખાતે યોજાઈ હતી.મોરબી જીલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં સેન્ટર પોઈન્ટ વિદ્યાલયની વિદ્યાર્થીની ગોપાણી સૃષ્ટિ હિતેન્દ્રભાઈએ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે બધા જ જીલ્લાનું પરિણામ ભેગું કરીને તેમાંથી રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આપવામાં આવ્યા હતા. જેમાં નિર્મલ વિદ્યાલયમાં ધો. -9માં અભ્યાસ કરતી વિલપરા સ્નેહા કમલેશભાઈએ રાજ્યકક્ષાએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જીલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ ક્વિઝ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ બંને દીકરીઓને શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.