મોરબી : મોરબી તાલુકાના વિરપરડા ગામના પાટિયા નજીક ડીઝલ ચોરી અંગેના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીઝલ ચોરીના મુખ્ય સૂત્રધારના ભાગીદાર એવા ભરતભાઈ પ્રભાતભાઈ મિયાત્રા નામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવાની સાથે એસએમસી પોલીસે બિયરના આઠ ટીન કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ અલગથી ગુન્હો નોંધાવ્યો છે.