હળવદ : હળવદ તાલુકાના કડિયાણા નજીક GJ-36-F-8685 નંબરની ક્રેટા કારના ચાલકે જી.જે.36.એન.6639 નંબરના બાઈક ચાલક રામજીભાઇ રૂપાભાઇ ઉઘરેજા રહે. સરંભડા ગામ, તા. હળવદ વાળાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ફરિયાદી રામજીભાઇ રૂપાભાઇ ઉઘરેજા અને બાઇકમાં બેઠેલા સોમાભાઇને ઈજાઓ પહોંચતા ક્રેટા કારના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.