મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા લાયન્સનગરમાં ખૂંટિયાનો ત્રાસ વધતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ એમ. બુખારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.અબ્દુલભાઈ બુખારીએ જણાવ્યું છે કે, લાયન્સનગરમાં ખૂંટિયાનો ત્રાસ વધી રહ્યો છે. ખૂંટિયા રસ્તા વચ્ચે બાખડી પડતાં રાહદારીઓ અને વાહનચાલકો ભયના ઓથાર નીચે પસાર થઈ રહ્યા છે. તેથી ખૂંટિયાઓને પકડીને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે.