મોરબી : રવિ સીઝન ૨૦૨૩-૨૪ માં તુવેર રૂ. ૭૦૦૦, ચણા રૂ. ૫૪૪૦ અને રાયડા રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો તારીખ: ૦૫/૦૨/૨૦૨૪ થી તારીખ: ૨૯/૦૨/૨૦૨૪ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેંદ્રો ખાતેથી “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રીન્યોર” (VCE) મારફત નાફેડના ઈ-સમ્રુધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે તેમ મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.