મોરબી : મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા મોરબી વકીલ મંડળ દ્વારા આ નિર્ણયને વધાવવામાં આવ્યો છે. વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું કે હવે મોરબી માટે વિકાસનો માર્ગ સરળ બનશે. મોરબી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ હવે પ્રજા માટેના વિકાસના કાર્ય ખૂબ જ ઝડપથી થશે અને સમસ્યાઓનો અંત આવશે.