હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં મજૂરીકામ કરતો મૂળ રાજસ્થાનનો રહેવાસી મજુર યાર્ડના પાર્કિંગમાંથી રૂપિયા 3 લાખની કિંમતની બોલેરો ચોરી પલાયન થઇ જતા બોલેરો માલિકે મજુર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડના પાર્કિંગમાંથી હળવદના રહેવાસી મેહુલભાઇ ભૂપતભાઇ રાતૈયાએ પાર્ક કરેલ રૂપિયા 3 લાખની કિંમતની GJ-13-AT-6137 નંબરની સફેદ કલરની બોલેરો કાર માર્કેટિંગ યાર્ડ હળવદમાં મજૂરી કરતો મૂળ રાજસ્થાનનો રહેવાસી દેવારામ પોખરારામ જાટ ચોરી કરી નાસી જતા બનાવ અંગે મેહુલભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેતા તજવીજ શરૂ કરી છે.