બાટલો લીકેજ થતા આગની જ્વાળા નીકળતા સર્જાઈ દુર્ઘટના : મહિલાની હાલત ગંભીરહળવદ : ઘાટીલામાં આયોજીત એક પ્રસંગમાં રસોઈ બનાવતી વેળાએ બાટલો લીકેજ થતા આગની જ્વાળા નીકળતા દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં હળવદની મહિલા સહિત બેને ઇજાઓ પહોંચી છે.મહિલાની હાલત હાલ ગંભીર હોવાનું જાણવાં મળી રહ્યું છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર નજીક આવેલ ઘાટીલા ગામે શુભ પ્રસંગમાં મનુભાઈ રસોયાએ રસોડું રાખ્યું હોય જેથી તેમાં મજૂરી કામ કરવા માટે હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા મધુબેન દીલાભાઇ ઠાકોર ઉંમર વર્ષ 45 અને હળવદમાં રહેતા નરેશભાઈ ગયા હતા.બપોરના સમયે ગેસની બોટલ બદલાવતી વેળાએ ઓચિંતા આગ લાગી હતી જેના કારણે મધુબેન અને નરેશભાઈ દાઝીયા હતા જોકે બંનેને સારવાર માટે હળવદ લઈ આવવામાં આવ્યા હતા. જ્યારે મધુબેનને સારવારની વધુ જરૂરિયાત હોય તેથી તેઓને હાલ સુરેન્દ્રનગર દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.