મોરબી : ખેલમહાકુંભમાં મોરબી જિલ્લા કક્ષાએ અન્ડર-14 કરાટે સ્પર્ધામાં દિયાન ભાવિકભાઈ સોલંકીએ બીજો ક્રમ મેળવ્યો છે. જેમણે કરાટે કોચ કુમારભાઈ, ગોપાલભાઈ તથા પરેશભાઈ પાસેથી તાલીમ મેળવી હતી. મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ-3 માં અભ્યાસ કરતા દિયાન સોલંકીની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, મિત્રો તરફથી શુભકામનાઓ મળી રહી છે.