વાંકાનેર તાલુકા પોલીસે હોલમઢ નજીક રાજકોટના બે શખ્સને બાઈક સાથે ઝડપી લીધા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હોલમઢ નજીકથી બાઈક ઉપર વિદેશી દારૂની 11 બોટલ લઈને પસાર થતા રાજકોટના બે શખ્સને ઝડપી લઈ વિમલ પણ મસાલાના થેલામાં છુપાવેલા દારૂના જથ્થો તેમજ 30હજારનું બાઈક કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હોલમઢ નજીક શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી વિશાલ ભુપતભાઇ બોહકિયા અને મનીષ અરજણભાઈ બોહકિયા રહે. શુક્લ પીપળીયા, રાજકોટ વાળને અટકાવી તલાસી લેતા બાઇકમાં રહેલા વિમલ પાન મસાલાના થેલામાંથી વિદેશી દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 4125 મળી આવતા પોલીસે 30 હજારના બાઈક સહીત 34,125નો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.