મોરબી અને જામનગર માટે સરકારે 100 કરોડની જોગવાઈ કરીમોરબી : મોરબી સિરામિક ઉદ્યોગના એક્સપોર્ટ બિઝનેશ માટે ગુજરાત સરકારે રાજ્યના અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરી છે.રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા આજના બજેટમાં આગામી વર્ષ 2024 - 25મા મોરબી ખાતે રફાળેશ્વર ગતિશક્તિ ટર્મિનલ અને જામનગરના બેડી પોર્ટ માટે અંદાજે 100 કરોડની જોગવાઈ કરી હોવાનું બજેટમાં દર્શાવવામાં આવ્યુ છે.