મોરબી : શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ તાલુકા શાળા નંબર 2ના વિદ્યાર્થીઓને 108ની સેવા વિશે માહિતગાર કરાયા હતા.ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત પીએમ તાલુકા શાળા નં.2માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકારની 108ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા. 108ની ટીમ દ્વારા તાત્કાલિક સેવા, તેમા રહેલ સાધનોની ઓળખ વગેરે બાબતોથી વિદ્યાર્થોઓને વાકેફ કરાયા હતા.