મોરબી : માલિયાના ખાખરેચી ખાતે યોજાયેલ મોરબી જીલ્લા કક્ષાના ૭૫માં પ્રજાસતાક પર્વની ઉજવણી અંતર્ગત જોધપર નદી મુકામે આવેલ એમ.પી.પટેલ બી. એડ. કોલેજમાં અભ્યાસ કરતા મોરબીની ઉગતી પ્રતિભા એવા પ્રજાપતિ સમાજના ધ્રુવ રમણીકભાઇ બરાસરાનું રાજ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્યના રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પાટણ મુકામે ગત ૧૫,૧૬ ડિસેમ્બર -૨૦૨૩ ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં લોકવાદ્ય સંગીતમાં રાજ્ય પ્રથમ આવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાના હસ્તે મોરબી જીલ્લાની વિશેષ્ટ પ્રતિભા તરીકે પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.