સ્વ. મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી કેમ્પનું આયોજનમોરબી : જાણીતા આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આગામી તા.૪-૨-૨૦૨૪ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે.આ કેમ્પમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- મો.નં. ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- મો.નં. ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- મો.નં. ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- મો.નં. ૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૮ માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ ૮૯૯૭ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૩૯૩૭ લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.