મોરબી : મોરબી ITI ખાતે તાલીમાર્થી વિદ્યાર્થીઓ માટે રમતગમત સપ્તાહનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં IMC કમિટીના ચેરમેન રાજુભાઈ ધમાસણા, વાઈસ ચેરમેન અમિતભાઈ કાસુન્દ્રા, આઈ.એમ.સી. મેમ્બર દિલીપભાઈ આદ્રોજા, આચાર્યા મીનાબેન પટેલ, ફોરમેન હળવદિયા, ફોરમેન ધાન્જા અને અન્ય ITI સ્ટાફ સાથે તમામ મહાનુભવોના હસ્તે દીપપ્રગટ્ય કરીને ખેલ મહોત્સવની શરુઆત કરાવી હતી.