મોરબી : સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કરનાર નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ બાબતે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ફરિયાદ રદ કરવા જણાવ્યું છે.આહીર સેના ગુજરાત દ્વારા કહેવાયું છે કે નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલા પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવામાં આવે. તુષાર બસિયા સામે થયેલી ફરિયાદ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે. સિંગણપોર પોલીસ સ્ટેશન દ્વારા આ કિસ્સામાં પ્રકાશ પાડનાર નીડર અને નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે ખોટી રીતે પોક્સો એક્ટ, જુવેનાઈલ જસ્ટિસ એક્ટ તથા આઈટી એક્ટની વિવિધ કલમો લગાવી દીધી હતી. ત્યારે તુષાર બસિયા સામે લગાવવામાં આવેલી તમામ કલમો રદ કરી નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા અને મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.