મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર રાધેકૃષ્ણ સોસાયટીમા રહેતા પંખુબેન રમણિકભાઈ ડાભી ઉ.55 નામના પરિણીતા પોતાના ઘર નજીક આવેલ મિલમાં દરણું દળાવી પગપાળા પરત આવતા ત્યારે જીજે - 01 - એએક્સ - 3888 નંબરના ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી પંખુબેનને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી પંખુબેનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતકના પતિ રમણિકભાઈ કાનજીભાઈ ડાભીએ ટ્રક ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.