મોરબી : મોરબીમાં સૌપ્રથમ વખત મલ્ટી સ્પેશ્યાલિટી રિહેબિલિટેશન સેન્ટરની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન આગામી તારીખ 4 ફેબ્રુઆરી ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે.ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર- રાજકોટ, ફિઝિયોકેર અને સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર- મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં આવેલા સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે 4 ફેબ્રુઆરી ને રવિવારના રોજ સવારે 9-30 થી બપોરે 12-30 વાગ્યા સુધી નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં તોતડું બોલવું, બોલવામાં અચકાવું, ઘોઘરો અવાજ, કેન્સર પછી બોલવાની તકલીફ, સાઈટીકા/ગાદી ખસવી/સાંધા કે ઘુંટણના વા અને સ્નાયુના દુઃખાવા કે સાંધાના ઘસારા, દરેક પ્રકારના લકવા/પેરાલિસીસ/બેલેન્સને લગતી તકલીફ, જન્મજાત ખોડખાંપણ/સેરેબ્રલ પાલ્સી વગેરે તકલીફ, શારીરિક કે માનસિક ખોડખાંપણ ધરાવતા બાળકો/વયસ્કો, જિદ્દી કે અતિચંચળ બાળક, ઓછી એકાગ્રતા, લખવ-વાંચવામાં તકલીફ, માનસિક રીતે અસ્વસ્થ વ્યકિત, ઓછુ સાંભળવું, કાનમાં તમરા બોલવા, ચક્કર આવવા જેવી સાંભળવાને લગતી તકલીફો, ફ્લેટ ફુટ કે ડાયાબિટીસ માટેના ખાસ પગરખા, સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો માટે કે લકવા પછી જરૂરી ખાસ ઓર્થોસીસ, રિપ્લન્ટ, કપાયેલા અંગો માટે કૃત્રિમ અંગે (પ્રોસ્થેસીસ) માટેનું માર્ગદર્શન અંગે સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં કુંજ વછરાજાની (ડિરેક્ટર અને સ્પીચ પેથોલોજિસ્ટ), ડો. કેશા અગ્રવાલ (ન્યૂરો ફિઝિયોથેરાપિસ્ટ, ફિઝિયોકેર- મોરબી), ધ્રુવિન ચાવડા (ઓર્થોટિસ્ટ અને પ્રોસ્થેટિસ્ટ), બંસી સરધારા (ઓડિયોલોજિસ્ટ), ડો. કૃતિ દેસાઈ (ન્યૂરો ફિઝિયોથેરાપિસ્ટ) અને ખ્યાતિ પટેલ (રિહેબિલિટેશન સાયકોલોજિસ્ટ) સેવા આપશે. આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓએ મો.નં. 9016948137 અથવા 8160282456 પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેમ્પમાં આવો ત્યારે જુના રિપોર્ટ્સ સાથે લાવવા પણ જણાવાયું છે.