રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, રાજ્યપાલ આચાર્ય ડો. દેવવ્રતજી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ રહેશે હાજરટંકારા : વેદ ઉદ્વારક, આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, અંધશ્રદ્ધા નિવારક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક અને ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જયંતી પર બે વર્ષીય વિશ્વવ્યાપી વિશેષ આયોજનની શ્રેણીમાં જન્મ સ્થળ ટંકારામાં ભવ્ય અને ઐતિહાસિક જન્મોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ 10, 11 અને 12 ફેબ્રુઆરીના રોજ ટંકારાના રાજકોટ-મોરબી હાઈવે પર મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા જન્મોત્સવ-સ્મરણોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.