હળવદ : હાલ ખેલ મહાકુંભ-2024 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જેમાં હળવદની સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના 240 વિદ્યાર્થીઓએ તાલુકા તથા જિલ્લા કક્ષાએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દેખાડી મેદાન માર્યું છે.ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ કબડ્ડીમાં અંડર-14 તથા અંડર-17 વિદ્યાર્થીઓમાં સાંદિપની ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર મેળવ્યો છે. ખો-ખોમાં અંડર-17માં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર, વોલીબોલમાં અંડર-14માં પ્રથમ નંબર તથા દ્વિતિય નંબર તથા વિદ્યાર્થિનીઓએ અંડર-17માં દ્વિતિય તથા તૃતીય નંબર, રસ્તા ખેંચમાં અંડર-17માં વિદ્યાર્થિનીઓએ પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવ્યો છે.જિલ્લા કક્ષાએ કબડ્ડીમાં અંડર-14માં તૃતીય નંબર, અંડર-17માં વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર, વોલીબોલમાં અંડર-14માં પ્રથમ નંબર, અંડર-17માં દ્વિતિય નંબર, રસ્તા ખેંચમાં અંડર-17માં દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો છે. જ્યારે વિદ્યાર્થિનીઓએ ફુટબોલમાં અંડર-14માં દ્વિતિય નંબર, બાસ્કેટબોલમાં અંડર-14માં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. આમ તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ રમત-ગમત ક્ષેત્રમાં પોતાનું કૌવત દેખાડીને સાંદિપની ઈંગ્લિશ સ્કૂલનું નામ રોશન કર્યું છે. વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.