વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકા નજીક GJ-12-X-3455 નંબરના આઇસર ચાલકે GJ-36-J-3056 નંબરના ડબલ સવારી મોટર સાયકલને ઠોકર મારતા વાંકાનેરના વીરપર ગામે રહેતા બાઈક ચાલક લાલજીભાઇ મોહનભાઇ મકવાણા,ઉ.42ને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે બાઇકમાં બેઠેલા રામજીભાઇ અરજણભાઇ મકવાણા, ઉ.59ને ઈજાઓ પહોંચતા મૃતકના પુત્ર દીપકભાઇ લાલજીભાઇ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.