મોરબી : મોરબી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે.અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલા સંતોનું વિરાટ મહા સંગઠન છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારી બેઠકમાં સર્વ સંમતિથી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે હળવદ તાલુકાના સુખપર ગામના પ્રભુચરણ આશ્રમ કવાડીયાના પ્રભુચરણદાસજી મહારાજની નિયુક્તિ કરવામાં આવી છે.