હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક હાઇવે ક્રોસ કરી રહેલા ક્રિષ્ના કુમાર દેવજીભાઈ મજેઠીયા ઉ. 8 નામના બાળકને GJ-13-W 2447 નંબરના કાળમુખા ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ધનાળા નજીક ડમ્પરને રેઢું મૂકી નાસી જતા મૃતક બાળકના પિતા દેવજીભાઇ અમરશીભાઇ મજેઠીયા, રહે ગામ કેદારીયા તા-હળવદ વાળાએ GJ-13-W 2447 નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.