રાજકોટના રહેવાસી મહિલાએ ફરિયાદ નોંધાવીવાંકાનેર : વાંકાનેર તાલુકાના પાજ ગામના રહેવાસી શખ્સે રાજકોટના રહીશ મહિલાની ખેતીની જમીન પચાવી પાડી ખેતી કરવા લાગતા આ શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાજ ગામે ખેતીની જમીન ધરાવતા અને રાજકોટ ખાતે રહેતા મંજુબેન જીવણભાઈ ટોળીયા મૂળ રહે.ભાડવા, તા.કોટડા સાંગાણી જી.રાજકોટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પાજ ગામના યુનુસ મામદભાઈ સિપાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી યુનુસે વર્ષ 2021થી તેમની પાજ ગામના સર્વે નંબર 63ની 1.14.32 હેકટર જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ખેતી કરતો હોય જમીનનો કબજો મેળવવા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.