મોરબી : મોરબીના એવન્યુ ગ્રુપના ઉદ્યોગપતિઓએ પોતાના વતન પ્રત્યે પ્રેમ દર્શાવીને સરવડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2 એક્ઝામિનેશન ટેબલ અને કેસકાર્ટ ટ્રોલીની ભેટ આપી છે.મૂળ માળિયા તાલુકાના સરવડ ગામના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા એવન્યુ ગ્રુપના ડાયરેક્ટર અમિતભાઈના પિતા પ્રાણજીવન દેવશીભાઈ સુરાણી અને કાકા જીવરામ દેવશીભાઇ સુરાણી દ્વારા વતનપ્રેમ પ્રગટ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડને 2 એક્ઝામિનેશન ટેબલ અને 1 કેસકાર્ટ ટ્રોલીની ભેટ આપવામાં આવી છે. સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગળના ભાગનો મેઈન ગેટ પણ બનાવી આપવામાં આવ્યો છે. આમ સરવડ ગામ પ્રત્યે પોતાની અનહદ લાગણીને કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડને આશરે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આજ રોજ દાતા પરિવાર દ્વારા આ વસ્તુ અર્પણ કરવામાં આવી હતી. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર ડો.નિરાલી ભાટિયા તથા પંકજભાઈ પીઠડીયા દ્વારા દાતાના પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો.