મોરબી : મોરબી વિશ્વકર્મા ફાઉન્ડેશન એવમ્ સમુહ લગ્ન સમિતિ તથા વિશ્વકર્મા લુહાર સમાજ દ્વારા તા. 30 જાન્યુઆરીને મંગળવારે નવલખી રોડ પર આવેલા બહુચર પાર્ટી પ્લોટ ખાતે દ્વિતિય સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ દ્વિતિય સમુહ લગ્નોત્સવમાં આચાર્ય તરીકે શાસ્ત્રી કૌશિકભાઇ જી. ભુદેવ (વાઘપરવાળા) બીરાજી સમુહ લગ્નની વિધિ કરાવશે. આ સમુહ લગ્નોત્સવમાં 8 નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે. આ લગ્નોત્સવમાં બપોરના 2:15 કલાકે જાન આગમન થશે તેમજ 4:15 કલાકે હસ્તમેળાપ થશે તથા સાંજના 6 કલાકે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ આસપાસના ગામોમાં વસતા લુહાર સમાજના પરિવારોને સમુહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહી નવદંપતિઓને આર્શીવાદ આપવા સમુહ લગ્ન સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.