24 કલાકની શોધખોળ બાદ મચ્છુ ડેમમાંથી મૃતદેહ મળી આવ્યોમોરબી : મોરબીમાં કેનાલમાં ડૂબી ગયેલ પરપ્રાંતીય બાળકની લાશ મચ્છુ ડેમમાંથી મળી આવી હતી.મોરબીના લખધીરપર રોડ ઉપર આવેલ કેનાલમાં ગઈકાલે ડૂબી ગયેલ સગીર બાળકનો મૃતદેહ આજે મચ્છુ ડેમમાંથી મળી આવ્યો છે. મોરબી ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગઈકાલે કેનાલમાં ડૂબી ગયેલા અંદાજે 12થી 13 વર્ષના બાળક અલખરામ તુલસીરામ રહે.ઉત્તરપ્રદેશ વાળાનો મૃતદેહ આજે 24 કલાક બાદ મચ્છુ ડેમમાંથી શોધી કાઢવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.