મોરબી : ઓમશાંતિ વિદ્યાલયના વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી ટી પંડ્યા અને જિલ્લા મેજિસ્ટ્રેટએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ઓમશાંતિ વિદ્યાલય દ્વારા શિક્ષણમાં અનોખો પ્રયોગ કરાયો જે મુજબ જે વિદ્યાર્થીની હાજરી, લેશન, યુનિફોર્મમાં નિયમિતતા, મંથલી ટેસ્ટમાં પુરા માર્કસ તેમજ શાળાની છ માસિક અને વાર્ષિક પરીક્ષામાં પુરા માર્ક મેળવ્યા હોય તેમને લાલ સ્ટાર આપવામાં આવતા અને આવા 25 લાલ સ્ટાર ભેગા થાય તેવા પ્રતિભાવન બાળકોને તેમના પસંદગીના ઇનામ આપવામાં આવ્યા હતા. આ સાથે જે બાળકોએ ગયા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તેમને જિલ્લા કલેકટરના હસ્તે શીલ્ડ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.જિલ્લા કલેકટર જી ટી પંડયા એ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવનમાં અભ્યાસ પ્રત્યે સજાગ રહેવા અને ધ્યેય હાંસલ કરવાની શીખ આપી હતી. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી ટી વી પટેલએ શાળાની શિક્ષણ પદ્ધતિ અને ઇનામ વિતરણની ટૂંકમાં માહિતી આપી હતી.