મોરબી : મોરબીના કોંગ્રેસના આગેવાનની ગુજરાત પ્રદેશ રાજીવ પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવતા આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કે.ડી.બાવરવાને સત્કારવા માટે સત્કાર સમારોહ યોજાયો હતો.મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સત્કાર સમારોહમાં મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબીયા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડાજા, તાલુકા પંચાતના વિરોધ પક્ષના નેતા અશોકભાઈ કૈલા, પ્રદેશ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજા, બક્ષી પંચ જિલ્લા પ્રમુખ રાજુભાઈ આહીર, એલ.એમ. કંઝારિયા, સેવાદળ પ્રદેશ મંત્રી રમેશભાઈ આહીર, તાલુકા યુવા પ્રમુખ મિલનભાઈ સોરિયા, શૈલેષભાઈ સંઘાણી, ભરતભાઈ વ્યાસ, મનસુખભાઈ પટેલ, લલિતભાઈ કાસુંદ્રા, મુળુભાઈ આહીર, રઘુભાઈ કંઝારીયા, અલ્પેશભાઈ કોઠીયા, રમણીકભાઈ, મુસ્તાક સુમરા, જાન મામદભાઈ વગેરે બહોળી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, મિત્ર વતુળે આવકાર સાથે કે.ડી.બાવરવાને શુભકામનાઓ પાઠવી સ્તકાર્યા હતા.