મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 28 જાન્યુઆરીને રવિવાર છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સવંત 2080, માસ પોષ, પક્ષ વદ, તિથિ ત્રીજ છે. આજે માહિતી ગોપનીયતા દિવસ છે. ત્યારે આજે આપણે જાણીએ આજની તારીખે ઇતિહાસમાં કોતરાયેલી મહત્વની ઘટનાઓ, વ્યક્તિ વિશેષના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે..મહત્વની ઘટનાઓ1813 – જેન ઓસ્ટેનની નવલકથા પ્રાઇડ એન્ડ પ્રિજ્યુડિસ સૌ પ્રથમ યુનાઇટેડ કિંગડમમાં પ્રકાશિત થઈ.1835 – પશ્ચિમ બંગાળમાં કલકત્તા મેડિકલ કોલેજ શરૂ થઈ.1846 – બ્રિટિશ અને શીખ દળો વચ્ચે પંજાબ પ્રદેશમાં લડાયેલી અલીવાલની લડાઈમાં સર હેરી સ્મિથની આગેવાની હેઠળની બ્રિટિશ સૈન્ય ટુકડીની જીત થઈ.1860 – બ્રિટને ઔપચારિક રીતે મોસ્કિટો કોસ્ટ નિકારાગુઆને પરત કર્યો.1878 – ‘યેલ ડેઇલી ન્યૂઝ’ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રકાશિત થતું પ્રથમ દૈનિક અખબાર બન્યું. – અમેરિકાનું પ્રથમ ટેલિફોન એક્સચેન્જ ન્યૂ હેવનમાં બનાવવામાં આવ્યું હતું.1887 – ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું.1909 – ક્યુબા પર અમેરિકાનું નિયંત્રણ સમાપ્ત થયું. – ભારતના પ્રથમ આર્મી ચીફ કે.એસ. કરિઅપ્પાનો જન્મદિવસ.1932 – જાપાની સેનાએ શાંઘાઈ (ચીન) પર કબજો કર્યો.1933 – ચૌધરી રહમત અલી ખાને સૌ પ્રથમ 'પાકિસ્તાન' શબ્દ પ્રયોજ્યો જેનો ભારતીય મુસ્લિમો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો અને બાદમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય પાકિસ્તાન માટે કારણભૂત બન્યો.1935 – આઇસલેન્ડ તબીબી ગર્ભપાતને કાયદેસર બનાવનાર પ્રથમ પશ્ચિમી દેશ બન્યો.1939 – આઇરિશ કવિ વિલિયમ બટલર યોટ્સનું અવસાન થયું.1942 – જર્મનીની સેનાએ લિબિયાના બેનગાઝી પર કબજો કર્યો.1943 – એડોલ્ફ હિટલરે જર્મનીના તમામ યુવાનોને સેનામાં બળજબરીથી ભરતી કરવાનો આદેશ આપ્યો.1950 – જસ્ટિસ હીરાલાલ કાણિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો.1958 – પ્લાસ્ટીકના રમકડાં ઉત્પાદન કરતી લેગો કંપની દ્વારા પ્લાસ્ટીક બ્લોક્સની ડિઝાઇન પેટન્ટ કરાવવામાં આવી.1961 – HMT ઘડિયાળની પ્રથમ ફેક્ટરીની આધારશીલ બેંગલુરુમાં મૂકવામાં આવી.1962 – અમેરિકન અવકાશયાન ચંદ્ર સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું.1965 – કેનેડાના ધ્વજની વર્તમાન ડિઝાઇન સંસદના કાયદા દ્વારા પસંદ કરવામાં આવી.1986 – યુએસ સ્પેસ શટલ ‘ચેલેન્જર’ કેપ કેનાવેરલ ફ્લોરિડાથી ઉડાન ભર્યા પછી વિસ્ફોટ થયો અને તમામ સાત અવકાશયાત્રીઓ માર્યા ગયા.1992 – અલ્જેરિયામાં ત્રણ દાયકા સુધી સત્તામાં રહ્યા બાદ ‘નેશનલ લિબરેશન ફ્રન્ટ’ એ રાજીનામું આપ્યું.1997 – ચેચેનિયાના બળવાખોર નેતા જનરલ અસલાન મસ્કાડેપુ કોકેશિયન રિપબ્લિકના પ્રમુખ તરીકે ચૂંટાયા.1998 – ‘રાજીવ ગાંધી હત્યા’માં 26 આરોપીઓને ફાંસીની સજા.1999 – ભારતમાં પ્રથમ વખત સાચવેલા ભ્રૂણમાંથી ઘેટાંનો જન્મ.2000 – અંડર-19 યુથ વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું.2002 – ઝારખંડના ગુમલા જિલ્લામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં 9 પોલીસકર્મીઓ સહિત 11ના મોત થયા છે. – ડેનિયલ પર્લ નામના અમેરિકન પત્રકારનું પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.2003 – પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં બસ અને ઓઇલ ટેન્કર વચ્ચેની અથડામણમાં 42 લોકો મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા.2005 – પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમના પ્રત્યાર્પણની મંજૂરી આપી.2006 – ફ્રાન્સની એમેલી મોસ્કોએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસનું વિમેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.2010 – બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનના 5 હત્યારાઓને ફાંસી આપવામાં આવી.2013 – જોન કેરી અમેરિકાના વિદેશ મંત્રી બન્યા.વ્યક્તિ વિશેષના જન્મદિવસ1865 – લાલા લાજપતરાય, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૨૮)1877 – પુલિન બિહારી દાસ, બંગાળી ક્રાંતિકારી અને ઢાકા અનુશીલન સમિતિના સ્થાપક-પ્રમુખ (અ. ૧૯૪૯)1913 – રાજેન્દ્ર શાહ, ગુજરાતી કવિ (અ. ૨૦૧૦)1918 - ભગવત દયાલ શર્મા – હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.1925 – રાજા રમન્ના, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને રાજકારણી, ભારતીય પરમાણુ વૈજ્ઞાનિક હતા જેમણે ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. (અ. ૨૦૦૪)1926 - વિદ્યાનિવાસ મિશ્રા – પ્રખ્યાત હિન્દી લેખક, સફળ સંપાદક, સંસ્કૃતના વિદ્વાન અને જાણીતા ભાષાશાસ્ત્રી.1930 – જયંત કોઠારી, ગુજરાતી સાહિત્યકાર, વિવેચક તથા સંપાદક (અ. ૨૦૦૧)1930 - પંડિત જસરાજ – ‘ભારતીય શાસ્ત્રીય સંગીત’ના વિશ્વ વિખ્યાત ગાયક.1937 – સુમન કલ્યાણપુર, ભારતીય ગાયિકા1939 - પ્રતાપસિંહ રાણે – ગોવાના ભૂતપૂર્વ ત્રીજા મુખ્ય પ્રધાન1955 – વિનોદ ખોસલા, ભારતીય અમેરિકન વ્યાપાતી, સન માઇક્રોસિસ્ટમ્સના સહ-સ્થાપક1955 - નિકોલસ સરકોઝી – ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા.1960 - બસવરાજ બોમાઈ – કર્ણાટકના મુખ્યમંત્રી2004 - શેફાલી વર્મા – ભારતની પ્રખ્યાત મહિલા ક્રિકેટર.વ્યક્તિ વિશેષની પુણ્યતિથિ1984 - સોહરાબ મોદી – પ્રખ્યાત ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક.1989 - હસમુખ ધીરજલાલ સાંકલિયા – ભારતીય પુરાતત્વવિદ્ હતા.1996 - દેવકાંત બરુઆ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા.2007 - ઓ. પી. નય્યર – પ્રખ્યાત સંગીતકાર.2017 - ભારતી મુખર્જી – ભારતીય મૂળના પ્રખ્યાત લેખક હતા, જેમણે અમેરિકામાં ઘણા એવોર્ડ જીત્યા હતા.2023 – મધુસૂદન પારેખ, ગુજરાતી ભાષાના હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક (જ. ૧૯૨૩)(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)