મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સાર્થક વિદ્યામંદિરમાં આન,બાન, શાન સાથે 75મા ગણતંત્ર દિવસની રંગેચંગે અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.ગણતંત્ર દિવસ નિમિત્તે સાર્થક વિદ્યામંદિર ખાતે ભારતમાતા પૂજન, ભારતમાતા આરતી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલા, ટ્રસ્ટીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમજ સંસ્કાર ભારતી મોરબી જિલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઈ બરાસરા, મહામંત્રી પ્રાણભાઈ પેજા, તેમજ સંસ્કાર ભારતી ટીમ અને રિજોઈશના હેતલબેન જોષી અને તેમની ટીમ સાહિતના લોકો બોહળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં સાર્થક વિદ્યામંદિરના બાળકો દ્વારા અદભુત ભારતીય સંસ્કૃતિને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા.આ તકે સંસ્કાર ભારતીના અધ્યક્ષે વિવિધ કલાવિદ્યા શાખાઓ અને તેની પ્રવૃતિઓ વિશેની માહિતી લોકોને આપી હતી અને રિજોઇશના હેતલબેને લોકોને પર્યાવરણ જાગૃતિ અને સંસ્થાની પ્રવૃતિની માહિતી આપી હતી. સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ દ્વારા સર્વેને ગણતંત્રદિવસની શુભેચ્છાઓ પાઠવાઈ હતી અને લોકોને સ્વછતા અને પર્યાવરણની જાળવણી અને જતન પર પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા સાર્થક પરિવારના શિક્ષકો અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.