મોરબી : તાલુકાના નવા મકાનસર ગામની પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.